અક્ષર લખાયા છે જીવનમાં તો જે,
એનો પ્રભુ લખાવનારો તું ને તું છે,
મારા જીવનનું તો ઘડતર થયું છે, જે ઘડાયું છે,
પ્રભુ એનો શિલ્પકાર તો, તું ને તું છે
મારા જીવનમાં શીતળતા ને દાહકતા તો જે છે, ભરી છે એને તો તેં ને તેં,
પ્રભુ એનો ભરનાર, તો તું ને તું તો છે
જ્ઞાન અને અજ્ઞાન હૈયાંમાં તો જે છે, ભર્યા છે એને તો તેં ને તેં,
પ્રભુ જ્યાં એનો દેનારને, ભરનાર તો તું ને તું તો છે
શક્તિથી સંચાલિત પૂતળું તો, આપી ચલાવ્યું છે એને તો તેં ને તેં,
પ્રભુ શક્તિ ભરનાર એમાં તો તું ને તું તો છે
કર્મો કર્યા જીવનમાં તો મેં જે,
કરાવનાર એનો તો તું ને તું તો છે
પ્રભુ કર્તા તો છે જ્યાં જગનો તું,
કરાવનાર એનો તો તું ને તું તો છે
જાગે છે ભક્તિ હૈયાંમાં તો જે જગાવનાર, એમાં તો તું ને તું તો છે,
પ્રભુ સ્વીકારનાર પણ એનો, તો તું ને તું તો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)