Hymn No. 5519 | Date: 15-Oct-1994
|
|
Text Size |
 |
 |
કંઈક લીધું, કંઈક દીધું, કંઈક ગુમાવ્યું તો કંઈક મેળવ્યું છે જીવનનો આ સરવાળો, જીવનમાં આના વિના બીજું તો શું કર્યું કર્યા સાચા વિચારો, કર્યા ખોટા વિચારો, મેળવ્યો ના એના પર કાબૂ, જાગી વૃત્તિ, જગાવી વૃત્તિ, જીવન એમાં તણાયું, એમાં તો ખેંચાયું કદી સમજ્યાં, કદી ના સમજ્યાં, મનડું રહ્યું એમાં તો મૂંઝાતું કરી વિશ્વાસથી જીવન શરૂ, અવિશ્વાસમાં જીવનનાવ ડોલતું રહ્યું કદી લડયા, કદી ઝઘડયા, જીવનને વિના તાણમાં તણાતું રાખ્યું કદી શાંતિમાં, કદી વેરમાં, કદી ક્રોધમાં જીવન તો રહ્યું તણાતું મળ્યું ના સુખ જીવનમાં જ્યાં, અન્યના સુખમાં હૈયું ઇર્ષ્યાથી ઊભરાયું ના કરવા જેવું જીવનમાં કર્યું બધું, કરવા જેવું જીવનમાં બાકી રાખ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|