આગ જલી રહી છે હૈયાંમાં તો મારા, નાંખી હાથ તમારા તો એમાં
હાથ તમારા એમાં, તો જલાવશો નહીં
આગ છે મારી, હૈયું છે મારું, થઈ છે રાખ હૈયાંની મારી એમાં તો જ્યાં
નાંખી હાથ તમારા તો એમાં, હાથ તમારા જલાવશો નહીં
હતો ના ઇલાજ કોઈ તો મારે, પ્રજ્વળી આગ હૈયાંમાં તો મારા
રોકવા એ આગને અધવચ્ચે, કોઈ મારી દયા તો ખાશો નહીં
નથી હૈયાં ઉપર તો કાબૂ મારો, નાંખી હાથ એમાં, કાબૂ તમારો ગુમાવશો નહીં
છે એ આશ મારી, રહેવા દેજો પાસે મારી, તાપણું તાપવા કોઈ આવશો નહીં
આગ જલી રહી છે જે કાજે, એની યાદમાં જલવા દેજો એને
બુઝાવી એ આગને, એ યાદને હૈયાંમાંથી મિટાવી દેશો નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)