હિત છે જેનું રે જેમાં, સમજાશે, છે જ્યારે, છે એ તો જેમાં
ના ત્યારે તો કોઈ, એમાં તો પડવાનું નથી
અચરજ થાય છે તોયે જીવનમાં, સમજે છે સહુ આ તો જીવનમાં
છે હિત સહુનું તો પ્રભુચરણમાં, ચરણ પ્રભુના સ્વીકારવા તૈયાર નથી
જોરથી પેટમાં ભૂખ લાગે જ્યારે, ધરે પ્રેમથી પકવાન કોઈ સામે - ના...
ગળે ઊતરે ફાયદો છે એમાં, એવા સોદામાં જીવનમાં ના ના કહે - ના...
સમજાય હિત છે ચૂપ રહેવામાં જ્યાં, ચૂપ રહેવા થઈ જાય તૈયાર - ના...
સમજાય છે હિત અન્યાયનો સામનો કરવામાં, થઈ જાશે સામના માટે તૈયાર - ના...
જાણે છે સહુ જગમાં, છે હિત સહુનું સંબંધ જાળવવામાં - ના...
અચરજ તો ત્યારે થાય છે, સંબંધ બંધાઈ ને તૂટતા જાય છે - ના...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)