Hymn No. 5525 | Date: 20-Dec-1994
|
|
Text Size |
 |
 |
મન મારીને બેઠાં છીએ રે પ્રભુ, તારી રે સામે, હાલત અમારી કેમ ના તું સમજી શકે અંતરમાં રહીને વસીને રે તું, શાને રે પ્રભુ રે તું, અજાણ્યો બને અંતરમાં ઊઠતાં તોફાનો, રહીને અંદર, શાને રે તું નીરખતો રહે જઈએ તારા ભાવમાં રે જ્યારે, મૂકી માથે હાથ તારો, શાને ના ફેરવે દુઃખ દર્દમાં અમે એવા ડૂબીએ, દિલાસો આપવા શાને ના તું આવે કરીએ ખોટું તો જ્યારે જ્યારે, રહીને અંદર, શાને ના એને તું અટકાવે નિરાશાઓને નિરાશાઓની ગર્તામાં ડૂબીએ જ્યારે, બહાર શાને જલદી ના તું કાઢે અનેક વાતે થઈ એને, રહીએ દુઃખી અમે, દુઃખ દર્દ અમારા દૂર શાને ના કરે રહ્યું છે હૈયું મારું અશાંતને અશાંત, રહી અંદર શાંત એને શાને ના તું કરે રહ્યું છે વિરહમાં તારા, તડપતું હૈયું મારું, દઈ દર્શન તારા, શાંત ના એને કરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|