સુખની શોભા તો છે શામાં, સહુને સુખી રાખી સુખી રહેવામાં
હૈયાંની શોભા તો છે શામાં, હૈયેથી પ્રેમથી સહુને અપનાવવામાં
વેરાગ્યની શોભા તો છે શામાં, જીવનમાં ત્યજી બધું ના લિપ્તિત ધરવામાં
સહનશીલતાની શોભા તો છે શામાં, કરી સહન, હૈયાંને દુઃખથી મુક્ત રાખવામાં
સજાગતાની શોભા તો છે શામાં, રહી જાગૃત આળસમાં ના પડવામાં
ઉપકારની શોભા તો છે શામાં, બદલો એનો ના વસૂલ કરવામાં
દ્રઢતાની શોભા તો છે શામાં, વિપરીત સંજોગોમાં, પણ વિચલિત ના થાવામાં
ધ્યાનની શોભા તો છે શામાં, સતત લક્ષ્યને ધ્યાનમાં રાખવામાં
વીરતાની શોભા તો છે શામાં, કરી રક્ષણ અન્યનું શાંતિથી, મુસીબતોના સામના કરવામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)