નાની અમથી રે વાત, લઈ લેશે રૂપ આવડું રે મોટું
એની મને કલ્પના ના હતી, એવી મને ધારણા ના હતી
ધીરે ધીરે લઈ લેશે, એ રૂપ આવડું રે મોટું
વીંધી જાશે, વીંધાઈ જાશે, કોમળ હૈયું એમાં રે કોઈનું
સહજતાથી નીકળેલી વાત, સહજતાથી સ્વીકારાશે નહીં
ડંખ વિનાની વાતમાંથી, ડંખ લાગી જાશે અમને એમાંથી
નાની આવી વાત, દઈ જાશે આંચકો આવડો મોટો
નાની આવી વાત, વાવી જાશે, બીજ અલગતાના આવા
નાની અમથી વાત, રૂંધી જાશે પ્રગતિ તો જીવનની
નાની અમથી વાત, દઈ જાશે શિક્ષા જીવનને આવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)