રહ્યો છું વફાદાર, રહ્યો છું વફાદાર, વફાદાર સદા હું તો રહ્યો છું
જીવનમાં સદા હું તો, મારા ને મારા અહંને, વફાદાર હું તો રહ્યો છું
મારી ને ખવરાવી લાતો, મારા અહંમે સદા જીવનમાં તો મને
ના છોડયો અહંને જીવનમાં મેં તો, વળગી રહ્યો એને, વફાદાર એને હું તો રહ્યો છું
ખાધા માર ઘણા જીવનમાં મેં તો, છોડયો ના સાથ મેં તો એનો
નાંખ્યો ભલે મને નિરાશાની એવી ગર્તામાં, જીવનમાં એવો તો મને
સમજાવ્યું ઘણાઓએ મને એની વિરૂદ્ધ, ના માન્યું એમાં મેં કોઈનું
માર્યા ઘા ભલે ઘણા એણે મને, કણસતો ને કણસતો રહ્યો એમાંને એમાં
ખોયા ભલે દીદારે દર્શન પ્રભુના, વસવસો ભલે રહ્યો એનો તો હૈયે
જીવનમાં કુરુક્ષેત્ર એમાતો, સરજાતોને સરજાતો રહ્યો એમાં તો ભલે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)