છે ભલે તનમાં, ધડક્તું રહ્યું છે હૈયું તારું, નથી રહ્યું એ તો તારું
રહીને એ તો તારામાં ને તારામાં, રહ્યું છે સદા બનતું ને બનતું એ અન્યનું
તારીને તારી ઇચ્છા વિરૂદ્ધ, રહ્યું છે જગમાં બધે એ તો ખેંચાતું ને ખેંચાતું
કદી એ લોભમાં તણાયું, કદી લાલચે લપટાયું, તારા હાથમાં ના એ તો રહ્યું
રહ્યું ના કદી જે હાથમાં તારા, શાને ગણતો રહ્યો છે એને તું તારું ને તારું
જાવું છે જ્યાં પ્રભુ પાસે તો તારે, એનું બનીને હજી નથી એ તો રહ્યું
રહી રહી તારી અંદર, રહ્યું છે સદા તને બધે એ તો દોડાવતું ને દોડાવતું
સુંદર મુખડું ને સુંદર વાતોમાં, રહ્યું જીવનમાં સદા એ તો ખેંચાતું ને ખેંચાતું
કદી કૂદયું એ તો એવું, જાણે તનડાંમાંથી બહાર એ તો નીકળી ગયું
બને મુશ્કેલ કાબૂમાં રાખવું એને, સદા ચાહે ક્યાંય ને ક્યાંય એ તો ચોંટયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)