મારતું ને મારતું રહ્યું ઘા, કિસ્મત જીવનને તો એવાને એવા એના
હૈયાંના હાસ્ય રહ્યાં સુકાતા, ને આંખથી આંસુ રહ્યાં વહેતા ને વહેતા
સ્વજનોએ માર્યા ઘા શબ્દોના તો એવા, ચિરાઈ ગયા હૈયાં એમાં તો એવા
અંદાજ કાઢયા પરિણામોના જીવનમાં, પરિણામો ફરી ગયા એવા
જીવનને સમજવાના દાવા મોટા કર્યા, આખર વાતોમાં એ રહી ગયા
હિંમતથી વધવું હતું આગળ જીવનમાં, અધવચ્ચે થાક્યા ને શ્વાસ ચડી ગયા
સ્વપ્નોને સ્વપ્નો રચ્યા એવા રે મોટા, ભંગાર એના હાથમાં રહી ગયા
સહારાને સહારા જેના ને જેના રે ચાહ્યા, દગો જીવનમાં એ દઈ ગયા
ધાર્યો હતો મને મેં જેવો મને, મને જ્યાં મારા આવા દર્શન થઈ ગયા
છે ક્રમ મારા જીવનનો ચાલુ, પ્રભુ હાસ્યને રૂદનમાં ને રૂદન હાસ્યમાં પલટાતા રહ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)