Hymn No. 4606 | Date: 30-Mar-1993
|
|
Text Size |
 |
 |
સમજ્યા નથી રે વ્હાલા, તને સમજ્યા નથી, પ્રભુજી રે વ્હાલા, તને અમે સમજ્યા નથી તારી માયા નચાવી રહી અમને રે જગમાં, તારી માયાને રે પ્રભુ અમે તો સમજ્યા નથી રહ્યાં અમે ને તમે સાથેને સાથે જીવનમાં, એકલા તો અમને, તમે પડવા દીધા નથી કર્યા ઘણા ઘણા ગુના તો અમે, માફ કર્યા વિના અમને રે પ્રભુ તમે રહ્યાં નથી બેસીએ ધ્યાન ધરવા તારું, અમે તો જ્યારે ને જ્યારે, ધ્યાનમાં તમે જલદી આવ્યા નથી પ્રસંગે પ્રસંગે જીવનમાં રે મૂંઝાયાને અમે મૂંઝાયા, મારગ અમારો, તમે કાઢયા વિના રહ્યાં નથી ઊઠે ઉમંગની જ્યાં ઊછળે રે છોળો, તમે અમને તો ત્યારે, સ્વીકાર્યા વિના રહ્યાં નથી ધ્યાને કૃપાની પડી જરૂર, જ્યારે રે અમને, ધારા એની તમે વરસાવ્યા વિના રહ્યાં નથી પડી જરૂર જગમાં જ્યારે સમજદારીની તો અમને, સાચી સમજ આપ્યા વિના રહ્યાં નથી છોડી બધું આવ્યા જ્યાં અમે તારા ચરણમાં, ચરણ પાછા તમે ખેંચી લીધા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|