Hymn No. 5561 | Date: 23-Nov-1994
|
|
Text Size |
 |
 |
કોણે દઈ દીધું છે, કોણે કરી દીધું છે, સજ્જડ દ્વાર બંધ મારા ભાગ્યનું ગોત્યું કારણ એનું, જલદી ના એ જડયું, રહ્યું મૂંઝાતું એમાં તો હૈયું કરી કોશિશો ઘણી, રાખી ના કચાશ જરી, તોયે ના એ તો ખૂલ્યું રહું જોતો અન્યને, વધતા આગળ જગમાં, એમાં તો હૈયું પાછું પડતું હચમચાવ્યું એને ઘણું, ના તોયે, એ તો હાલ્યું, નથી સમજાતું હવે શું કરવું દિશા વિનાની દિશા ગોતી, અહીં તહીં એમાં ભટકી, ના એ તો ખૂલ્યું ખોલી ના શક્યા એના રે દ્વાર, જ્યાં જે જે એ દઈ ગયું, પડયું એ સ્વીકારવું ઇચ્છા ભેદી ના શકી જ્યાં એ દ્વાર, ભાગ્ય સામે ટકરાવું એણે પડયું પૂરી ના થઈ ઇચ્છાઓ, વધતી ગઈ ઇચ્છાઓ, જીવન બેહાલ વધુ બન્યું છોડી બીજી ખટપટ, સોંપ્યું ભાગ્ય પ્રભુને, ઝટપટ દ્વાર ભાગ્યનું ત્યાં ખૂલ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|