Hymn No. 5562 | Date: 25-Nov-1994
|
|
Text Size |
 |
 |
1994-11-25
1994-11-25
1994-11-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1061
તણાયા, તણાયા, તણાયા, જીવનમાં રહ્યાં અમે તો તણાતા
તણાયા, તણાયા, તણાયા, જીવનમાં રહ્યાં અમે તો તણાતા અનેક તાણો રહી જીવનને તાણતી, રહ્યાં અમે એમાં તો તણાતા નાની ને મોટી અનેક તાણો રહી તાણતી, રહ્યાં અમે એમાં તો તણાતા જેવી જેવી તાણોમાં રહ્યાં તણાતા, ઘાટ એવા અમારા રહ્યાં ઘડાતા ઘસડતીને ઘસડતી રહી તાણો જીવનને, રહ્યાં ક્યાંને ક્યાં અમે ઘસડાતા ચારે બાજુથી તાણો રહી તાણતી, ચકરાવે રહ્યાં અમે ને અમે ચડતા તણાતા રહ્યાં ઘણી તાણોમાં એવા, કઈ તાણમાં તણાતા ના સમજાયા એક તાણમાંથી તો જ્યાં છૂટયા, ત્યાં બીજી તાણમાં તો રહ્યાં તણાતા તાણો વિનાનું રે જીવન, એ તો સ્વપ્નમાંને સ્વપ્નમાં રહી ગયા પ્રભુભાવ ને ભક્તિની તાણમાં હતું તણાવું, એ વિના બીજી તણોમાં રહ્યાં તણાતા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tanaya, tanaya, tanaya, jivanamam rahyam ame to tanata
anek tano rahi jivanane tanati, rahyam ame ema to tanata
nani ne moti anek tano rahi tanati, rahyam ame ema to tanata
jevi jevi tanomam rahyam tanata, ghata eva amara rahyam ghadata
ghasadatine ghasadati rahi tano jivanane, rahyam kyanne kya ame ghasadata
chare bajuthi tano rahi tanati, chakarave rahyam ame ne ame chadata
tanata rahyam ghani tanomam eva, kai tanamam tanata na samjaay
ek tanamanthi to jya chhutaya, tya biji tanamam to rahyam tanata
tano vinanum re jivana, e to svapnamanne svapnamam rahi gaya
prabhubhava ne bhaktini tanamam hatu tanavum, e veena biji tanomam rahyam tanata
|