Hymn No. 5565 | Date: 29-Nov-1994
|
|
Text Size |
 |
 |
1994-11-29
1994-11-29
1994-11-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1064
શું કહેવું, શું ના કહેવું, સમજાય નહીં જીવનમાં જ્યારે, ત્યારે ચૂપ રહેવું
શું કહેવું, શું ના કહેવું, સમજાય નહીં જીવનમાં જ્યારે, ત્યારે ચૂપ રહેવું સમજાયા વિના કહીએ જીવનમાં જ્યારે, પડે જીવનમાં ત્યારે દુઃખને નોતરવું કહેવાનું હોય જીવનમાં તો જ્યારે, બધું સમજી વિચારીને તો કહેવું કહેવા ખાતર તો કહેવું, ઉદ્દેશ વિનાનું કહેવું જીવનમાં ના એવું કરવું સત્યને વળગવું, સત્ય તો કહેવું, પણ અન્યને દુઃખ લાગે એવી રીતે ના કહેવું લાગે કહેવાથી થાશે ઝગડો, ત્યારે તો જરૂર ચૂપ રહેવું, ચૂપ રહેવું ચુપકીદીનો અર્થ જો જુદો નીકળે, ત્યારે જીવનમાં તો કહેવું ને કહેવું કહેવાનું છે જીવનમાં તો જ્યારે, ત્યારે કહેવામાં પૂરા ભરીને ભાવ કહેવું કહેવું છે પણ મનમાં સમસમી રહીને, ના કહેવું, એવું તો ના કરવું મન વિનાનું, ભાવ વિનાનું, કહેવા ખાતર કહેવું, એવું તો ના કરવું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shu kahevum, shu na kahevum, samjaay nahi jivanamam jyare, tyare chupa rahevu
samjaay veena kahie jivanamam jyare, paade jivanamam tyare duhkh ne notaravum
kahevanum hoy jivanamam to jyare, badhu samaji vichaari ne to kahevu
kaheva khatar to kahevum, uddesha vinanum kahevu jivanamam na evu karvu
satyane valagavum, satya to kahevum, pan anyane dukh laage evi rite na kahevu
laage kahevathi thashe jagado, tyare to jarur chupa rahevum, chupa rahevu
chupakidino artha jo judo nikale, tyare jivanamam to kahevu ne kahevu
kahevanum che jivanamam to jyare, tyare kahevamam pura bhari ne bhaav kahevu
kahevu che pan mann maa samasami rahine, na kahevum, evu to na karvu
mann vinanum, bhaav vinanum, kaheva khatar kahevum, evu to na karvu
|