અશક્યને પણ શક્ય બનાવે માડી, છે તારા નામમાં શક્તિ એવી રે પૂરી
જોવે ના કાંઈ તું તો ત્યારે, જોવે ના ત્યારે તો તું, અમારા કર્મની મજબૂરી
જ્યારે કરાવવા જે તું ચાહે માડી, દઈ દે છે અમારામાં શક્તિ તું પૂરી
સોંપી દઈએ સર્વ આશાઓ તારા ચરણે, રાખે ના ત્યારે એને તું અધૂરી
ઓતપ્રોત થઈ જઈએ જ્યાં તારા નામમાં, રહે ના તારી સાથે ત્યારે કોઈ દૂરી
અટકાવે છે, મારે છે, લપડાક તું અમને, છોડીએ ના આદત અમારી અમે બૂરી
ભેદભાવ વિનાનું વિશુદ્ધ હૈયું બને જ્યારે અમારું, દર્શન દેવા પડે ના તને મજબૂરી
લખે અક્ષર તું તો તારા, બને કે બનાવીએ જીવનમાં, કર્મની કોરી પાટી રે અમારી
રહેવું છે સદા ચરણમાં તો તારી, કરજે રે પૂરી માડી આ આશ અમારી
કરજો ગંભીરતાથી વિચાર તમે રે માડી, કરજો દૂર જીવનમાં બધી કચાશ અમારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)