Hymn No. 5581 | Date: 13-Dec-1994
|
|
Text Size |
 |
 |
તને આ ન ગમે, તને તે ન ગમે, કર વિચાર જીવનમાં જરા તું, તને શું ગમે
Tane Aa N Game, Tane Te N Game, Kar Vichar Jeevanama Jara Tu, Tane Shu Game
ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)
તને આ ન ગમે, તને તે ન ગમે, કર વિચાર જીવનમાં જરા તું, તને શું ગમે તને આ ના ચાલે, તને તે ના ચાલે, કર નિર્ણય તું તો જરા, જીવનમાં તો શેના વિના ચાલે તારે આને ના મળવું, તારે તેને ના મળવું, કર વિચાર જીવનમાં, તારે કોને છે મળવું તને આનું દુઃખ લાગે, તને તેનું દુઃખ લાગે, કર વિચાર તને શેનું દુઃખ ના લાગે તું આ ના કરી શકે, તું તે ના કરી શકે, કર વિચાર જરા, તું શું કરી શકે તારે અહીંયા ના જાવું, તારે ત્યાં પણ ના જાવું, કર વિચાર જરા, તારે ક્યાં ક્યાં છે જાવું તને આનું ખોટું લાગે, તને તેનું ખોટું લાગે, કર વિચાર જરા, તને શેનું શેનું ખોટું ના લાગે તારે આ ના કરવું, તારે તે ના કરવું, જીવનમાં તારે તો છે શું કરવું તું નિર્ણય આ ના લે, તું નિર્ણય તે ના લે, શું અનિર્ણિત જીવનમાં તારે છે રહેવું તને આ જોઈએ, તને તે જોઈએ, જીવનમાં તને તો શું ના જોઈએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|