Hymn No. 5585 | Date: 14-Dec-1994
|
|
Text Size |
 |
 |
મારું રે નથી, મારું નથી રે, જગમાં રે કાંઈ મારું નથી મનડું નથી જ્યાં હાથમાં રે મારા, ત્યાં જગમાં, કાંઈ મારું નથી ભાવો તાણે એક બાજુ, જાવું છે જ્યાં બીજી બાજુ, જઈશ ક્યાં સમજાતું નથી માની માની સહુને મારા પોતાના, જગમાં મારું કોઈ બન્યું નથી રહ્યું ઘડી બે ઘડી સાથે, ગણ્યું એને મેં મારું, સમજાયું એ તો મારું નથી ગણી ગણી મારું, ઠગાતો રહ્યો જીવનમાં જ્યાં, કોઈ મારું નથી, કોઈ મારું નથી વિચારોને વિચારો રહ્યાં જાગતા, મારામાં ને મારામાં, ગણ્યા એને મેં મારા વિચારો પણ જીવનમાં બદલાતા રહ્યાં, જ્યાં એ હાથમાં રહ્યાં નથી ભાવોને ભાવોમાં રહ્યો તણાતોને તણાતો, મને એ ઠગ્યા વિના રહ્યાં નથી શરીરને ગણ્યું મેં મારું, એ તો બનીને રોગગ્રસ્ત, દુઃખ દર્દ દીધા વિના રહ્યું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|