આવ્યા રે જગમાં રે જેવા, એવાં તો કાંઈ રહ્યાં નથી
છીએ જગમાં તો જેવા, એવા તો જગમાં કાંઈ હતા નહીં
થવું છે જેવું રે જગમાં, જગમાં એવા હજી થયા નથી
પ્રસંગે પ્રસંગે રહ્યાં બદલાતા, જગમાં બદલાયા વિના રહ્યાં નથી - થવું...
મને કે કમને, પ્રસંગે પ્રસંગે કરતા રહ્યાં જીવનમાં તો સામના
જીવનમાં તોયે જગમાં, ચિંતા વિના તો રહ્યાં નથી - થવું...
કદી રહ્યાં જીવનમાં એમાં તો તૂટતા, કદી રહ્યાં એમાં ઊછળતા
પ્રસંગો તો છાપ એની, દીધા વિના જગમાં તો રહ્યાં નથી - થવું...
હરેક પ્રસંગો તો જગમાં, જીવનને તો કાંઈ કહી ગયા
જીવનમાં તો જલદી એ તો, સમજી શક્યા નથી - થવું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)