બેઠો છું રે હું તો પ્રભુ, આજ તો તારી સામેને સામે
પૂછવું છે રે મારે રે તને, રહેવું જગમાં અલિપ્ત તો કેમ કરીને
ભાવો ને ભાવો રહે, તાંણતા ને તાંણતા મને તો સદાયે - રહેવું...
ઇચ્છાઓ ને ઇચ્છાઓ રહે જાગતી, રહે સદા મને ખેંચતીને ખેંચતી રે - રહેવું...
ઊછળતા ને ઊછળતા રહ્યાં છે હૈયે તો, સદા તોફાનોને તોફાનો રે - રહેવું...
આ કર્મમય જગમાં, કરતાને કરતા રહેવા પડે છે, કર્મો તો સદાયે - રહેવું...
ભક્તિભર્યા રે હૈયે, પૂરા ભાવ ભરીને પૂછું છું આજે, દોરે જગમાં એને રે - રહેવું...
જાણું છું, છે ભાવ તારો મારા ઉપર, છે મારા ઉપર તો સદાયે - રહેવું...
દેતા નથી જવાબ કેમ તમે મને, ટગર ટગર જોઈ રહ્યાં છો કેમ તમે મને - રહેવું...
સમજયો છે એ જવાબ તારો, ખેંચાયા વિના ભાવમાં, જોજે ભાવને, ટગર ટગર એમાં - રહેવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)