Hymn No. 4609 | Date: 01-Apr-1993
|
|
Text Size |
 |
 |
પ્રભુ નથી નામ તમે તમારું તો કહ્યું, દીધું જે જે નામ તમને, પ્રેમથી એ સ્વીકારી લીધું નથી જાણવું હવે નામ તો તારું, જ્યાં મનગમતું ચિત્ર તારું હૈયે તો ચિતરી દીધું નથી જાણવું રે પ્રભુ, વસે છે ક્યાં તો તું, ભાવથી પોકારતા, દર્શન હૈયે તો તેં દઈ દીધું કરવું છે શું બીજું જીવનમાં તો મારે, જીવનમાં અણમોલ હૈયું તારું તેં અમને દઈ દીધું જુદા રાખ્યા ભલે તેં અમને, જુદાઈ ના રાખી તો તેં, જુદાઈનું પ્રભુ હવે તો છે શું રે કરવું રહેવા ના દેતો માન અપમાન તું મારા હૈયે, મારે જીવનમાં તો છે તારા જેવું તો બનવું કરી કોશિશો તો ઘણી, સફળતા હજી તો ના મળી, આ જીવનમાં તો મારે તને તો છે મળવું કરવું શું શું જીવનમાં, નથી કાંઈ જાણતો હું, જાણું છું બસ એટલું, ઉદાર દિલ તો છે તારું નથી શક્તિ તારા વિના જગમાં તો કોઈ બીજી, જગતમાં તો છે જ્યાં શક્તિનું સ્ત્રોત તો તું ને તું કરી માફ ભૂલો જીવનમાં અમારી, અદબ વાળી બેસજે ના તું, પોકારતા તને દોડી આવજે તો તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|