ચોરી કરશો નહીં, ચોરી કરશો નહીં, જીવનમાં ચોરી કરશો નહીં
પડશે આદત એકવાર એની, ચોરી કર્યા વિના જીવનમાં રહી શકશો નહીં
મળ્યું ના હોય તને જે જીવનમાં, મળ્યું શાને અન્યને એવા ભાવોથી
ના ના કરતાને કરતા, નાની મોટી ચોરી રહ્યાં છે સહુ કરતાને કરતા
પ્રભુના ભાવો ને વિચારોમાં જવાના, સમયથી રહ્યાં છે સહુ ચોરી કરતા
સાચા વિચારો છે પ્રભુની, છે પ્રેરણાં એની, ગણવી પોતાની ચોરી કરશો નહીં
સારું એટલું પોતાનું, ખરાબ બધું પ્રભુનું, એવી માલિકીની ચોરી કરશો નહીં
છે માલિકી બધી પ્રભુની, સંગ્રહી બધું, એની ચોરી કરશો નહીં
કર્મો કરવાના છે જે તારે, પડી આળસમાં, કર્મોની ચોરી કરશો નહીં
પડી ગઈ છે આદત ચોરીની, વધતાંને વધતાં ગયાં પ્રકાર તો ચોરીના
સંઘરવો છે માલ સહુએ ચોરીનો, પોતા પાસે સોંપવું નથી, માલિકને પાછું
ચોરીને ચોરી રહ્યાં છે સહુ કરતાને કરતા, આદત ચોરીની છૂટતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)