આવી ગઈ છે રે, હવે એવી રે ઘડી, કરી લે રે, એમાં રે તું હવે એક દો તીન
નિર્ણયો લીધા વિના વીતી રહી છે રે ઘડી, નિર્ણય લેવાની આવી ગઈ છે ઘડી
આજનું કામ છોડયું તેં કાલ ઉપર, પૂરું કરવાની એને, આવી ગઈ છે રે ઘડી
સહન થાય જીવનમાં, સહન કર્યું ત્યાં સુધી, એના સામનાની આવી ગઈ છે રે ઘડી
આળસને આળસમાં, ચૂક્તો રહ્યો છે હરઘડી, એને ખંખેરવાની આવી ગઈ છે રે ઘડી
સુખની શૈયા પડશે હવે રે છોડવી, જીવનમાં આગળ વધવાની આવી ગઈ છે રે ઘડી
મળશે સફળતા કે નહીં, વિચાર્યું તેં હરઘડી, આવી ગઈ છે અમલની હવે એની રે ઘડી
જીવનમાં રે, શુભ કાર્યો રહેજે કરતોને કરતો, વીતી ના જાય, જોજે એવી રે ઘડી
વિચાર વિનાના વિચારો કર્યા રે ઘણાં, એને રે હવે, દિશા આપવાની આવી ગઈ છે ઘડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)