સમજ્યો નથી, સમજ્યો નથી રે જીવનમાં રે તું, ઘણું ઘણું તું સમજ્યો નથી
જોઈ ચડતી પડતી અનેકની જીવનમાં રે, કારણ એના, હજી તું સમજ્યો નથી
દેતી રહી છે ઇશારા કુદરત સહુને, ઇશારા કુદરતના હજી તું સમજ્યો નથી
પારકા ને પોતાના રહે છે રે જીવનમાં, કોણ છે પારકા ને પોતાના, હજી તું એ સમજ્યો નથી
કરી ચિંતા વળવાનું નથી કાંઈ જીવનમાં, વાત જીવનમાં આ, હજી તું એ સમજ્યો નથી
કર્મમય જગતમાં, છે હિંમત ને પુરુષાર્થનું સ્થાન અનોખું, જીવનમાં હજી તું એ સમજ્યો નથી
જીવનમાં તો છે ભક્તિમાં સ્થાન ભાવનું અનેરું, જીવનમાં હજી તું એ સમજ્યો નથી
નિર્ણયોને તો છે જરૂર જીવનમાં દિશાની જરૂર એની, જીવનમાં હજી તું એ સમજ્યો નથી
શોધે છે શાંતિ ભલે તું જીવનમાં, છે જરૂર શાંતિની જીવનમાં, હજી તું એ સમજ્યો નથી
પ્રભુમય બનીને, પ્રભુમય જીવન વિતાવવાની છે જરૂર જીવનમાં, હજી તું એ સમજ્યો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)