ના કાંઈ હું તો નાનો છું, ના કાંઈ હું તો મોટો છું
છું હું તો જેવોને જેવો, એવોને એવો હું તો છું
ના કાંઈ હું તો કાળો છું, ના કાંઈ હું તો ગોરો છું
અલિપ્ત એવો રે હું, આ બધાથી રે હું અલિપ્ત છું
રહ્યો ઉપાધિઓ ને ઉપાધિઓમાં ફરતો ને ફરતો હું
ઉપાધિ રહિત હોવા છતાં, ઉપાધિવાળો બન્યો છું
છે ના જોવાની કાંઈ જરૂર મારે, તોયે નીરખતો હું તો રહ્યો છું
દેખાય છે જે છું હું એ તો લાગ્યું અલગમાં, જ્યાં તલચિત એમાં થઈ
ના કાંઈ હું જ્ઞાની, કે ના કાંઈ હું તો અજ્ઞાની છું
તોયે જ્ઞાન પામવા કોશિશો કરતો ને કરતો રહ્યો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)