ગાંડા ગણો કે, ડાહ્યા ગણો (2)
જે જે કહેશો તમે અમને રે પ્રભુ, અમે વ્હાલથી એ સ્વીકારી લેશું રે
ચાહત છે જીવનમાં રે ઘણી ઘણી, ચાહત બધી અમે છોડી દેશું રે
છોડશું ના એક ચાહત અમે, તારા પ્રેમની ચાહત ના અમે છોડશું રે
મળવું હોય તો મળજે, ના મળજે રે તું અમને
પણ અમે ના નિરાશાના, સાગરમાં તો ડૂબશું રે
કર્યા કામો અનેકના ઘણા ઘણા, તેં તો જગમાં રે
થાક્યો હશે એમાં રે તું તો, સમજ્યો ના કામ અમારું તો સોંપશું રે
પહોંચ અમારી છે કે નહીં પ્રભુ, એ અમે તો જાણતા નથી રે
પહોંચવું છે ને પહોંચીશું તમારી પાસે, એજ યાદ રાખવું છે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)