આવું નહોતું કરવું, આવું નહોતું કરવું, આવું નહોતું કરવું
રહ્યાં છીએ જીવનમાં કહેતાંને સાંભળતાં, શબ્દો આ, આવું નહોતું કરવું
રહ્યાં છીએ કહેતાં પ્રભુને પણ આ, પ્રભુ પણ કહે છે માનવો, આવું નહોતું કરવું
કરીએ ગુનાઓ જીવનમાં, મળે શિક્ષા જ્યાં એની, કહીએ પ્રભુને, આવું નહોતું કરવું
પ્રભુ કહે માનવને રે ત્યારે, બચવું હોય જો શિક્ષાથી તારે, આવું નહોતું કરવું
છોડીએ ના વેર હૈયેથી, વાળે વેર જ્યાં અન્ય, કહીએ ત્યારે, આવું નહોતું કરવું
પરિણામો આવે વર્તનોના જ્યાં ઊલટા, લાગે દિલમાં ત્યારે, આવું નહોતું કરવું
કાર્ય પછીની છે આ વિચાર ધારા, જાગે છે ત્યારે, આવું નહોતું કરવું
રાખી હોય આશા, મળે ત્યાંથી નીરાશા, લાગે ત્યારે એવું, આવું નહોતું કરવું
તણાઈ તણાઈ વૃત્તિઓમાં, નોતરીએ બરબાદી, પ્રભુ કહે ત્યારે, આવું તો નહોતું કરવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)