નિરાશાઓને નિરાશાઓમાં પણ, જીવનમાં તો હું એક આશાનું અમૃતબિંદુ ગોતું છું
ગોતું છું રે ગોતું છું, જીવનમાં રે મારા, જીવનમાં તો હું, ઘણું ઘણું ગોતું છું
મારા જીવનમાં, ખારા સંસાર સાગરમાં, એક મીઠાશનું અમૃતબિંદુ હું તો ગોતું છું
અંધકારભર્યા મારા જીવનમાં રે પ્રભુ, તારા વિશ્વાસનું એક તેજબિંદુ હું તો ગોતું છું
વિષાદભર્યા મારા જીવનમાં રે પ્રભુ, એક પરમ હાસ્યનું બિંદુ રે, હું તો ગોતું છું
દુઃખ દર્દભર્યા મારા જીવનમાં રે પ્રભુ, એક પરમ સુખનું બિંદુ રે, હું તો ગોતું છું
વેરને વેરભર્યા મારા હૈયાંમાં રે પ્રભુ, પરમ પ્રેમનું એક અમૃતબિંદુ, હું તો ગોતું છું
ધાંધલ ધમાલભર્યા મારા જીવનમાં રે પ્રભુ, એક શાંતિનું રે બિંદુ, હું તો ગોતું છું
મારા શંકાને શંકાભર્યા હૈયાંમાં રે પ્રભુ, એક શ્રદ્ધાનું રે બિંદુ, હું તો ગોતું છું
લાચારીને લાચારીભર્યા મારા જીવનમાં રે પ્રભુ, તારી શક્તિનું એક બિંદુ, હું તો ગોતું છું
તારી માયાથી ભરેલા આ સંસારમાં રે પ્રભુ, તને ને તને હું તો ગોતું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)