મનડાં, હૈયામાં તને લાગે એવું જ્યારે
નથી કોઈ આ જગમાં તારું ત્યારે
વાટ ન જોતો તું પહોંચવા ત્યારે
પહોંચી જાજે તું `મા’ ના દ્વારે
હાથ ફેલાવી, સ્વીકાર કરશે માડી તારો ત્યારે
પલટાશે દુનિયા તારી, હૈયે લગાવશે એ જ્યારે
સંસારે તરછોડયાં જે ભક્તોને જ્યારે
શરણમાં લઈ, શાંતિ દીધી તેઓને ત્યારે
દુઃખથી દુભાયા દિલડા બાળકોના જ્યારે
વહાલ કરવા એ તો દોડી આવી ત્યારે
કર્મની ઝંઝટ છોડીને, પસ્તાવો થાશે હૈયે જ્યારે
માફ કરવા વાર કરશે એ નહિ ત્યારે
મૂંઝાશે તું તો હૈયામાં જ્યારે જ્યારે
માર્ગ બતાવશે તને એ તો ત્યારે
વાટ એ તો જોતી રહે છે તારી જ્યારે
વાર ન કરતો તું પહોંચવા એના દ્વારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)