નહિ નમશે, `મા’ નહિ નમશે
માડી તારા વિના આ મસ્તક કોઈને નહિ નમશે
સહેવા પડે ભલે દુઃખો ઘણાં
માડી તારા વિના આ મસ્તક કોઈને નહિ નમશે
ભલે તૂફાનો હૈયામાં જાગે ઘણાં
માડી તારા વિના આ મસ્તક કોઈને નહિ નમશે
ભલે હૈયાની આશાઓ તૂટે ઘણી
માડી તારા વિના આ મસ્તક કોઈને નહિ નમશે
ભલે જીવનમાં જરૂરિયાતો જાગે ઘણી
માડી તારા વિના આ મસ્તક કોઈને નહિ નમશે
ભલે હરપળે જીવનમાં કંટક વાગે ઘણાં
માડી તારા વિના આ મસ્તક કોઈને નહિ નમશે
ભલે સંસાર તાપથી જીવન રાખ બને
માડી તારા વિના આ મસ્તક કોઈને નહિ નમશે
તારા વિના આશ નથી ધરી કોઈની હૈયામાં
માડી તારા વિના આ મસ્તક કોઈને નહિ નમશે
તારા વિના કોઈ નામ હૈયે નહિ ચડશે
માડી તારા વિના આ મસ્તક કોઈને નહિ નમશે
દેવું હોય તો તું જ દેજે, અન્યની આશ નથી હૈયે
માડી તારા વિના આ મસ્તક કોઈને નહિ નમશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)