Hymn No. 538 | Date: 03-Oct-1986
|
|
Text Size |
 |
 |
નથી કંઈ તે કાળા કર્મો કીધાં, નથી તેં ભૂલો કીધી તોયે માડી તેં અમારાથી તારું મુખડું કેમ છુપાવ્યું તું તો સદાયે દેતી આવી, નથી તારે કોઈ કંઈ દેવું તોયે માડી તેં, અમારાથી તારું મુખડું કેમ છુપાવ્યું તું તો સદા પ્રેમ વરસાવતી, વેર નથી તારે કોઈનાથી તોયે માડી તેં, અમારાથી તારું મુખડું કેમ છુપાવ્યું તું તો સદા સહાય કરતી રહી, નથી તેં કંઈ મદદ માંગી તોયે માડી તેં, અમારાથી તારું મુખડું કેમ છુપાવ્યું આ સંસાર સરજી માનવને તો તેં ભરપૂર બધું દીધું તોયે માડી તેં, અમારાથી તારું મુખડું કેમ છુપાવ્યું નદીના નીર દીધાં, ચંદ્રની શીતળતા, સૂર્યની ગરમી દીધી તોયે માડી તેં, અમારાથી તારું મુખડું કેમ છુપાવ્યું જ્ઞાનના ભંડાર ભરી, દઈ બુદ્ધિને તેં તો ચાવી બનાવી તોયે માડી તેં, અમારાથી તારું મુખડું કેમ છુપાવ્યું સંભાળ સદા રાખતી રહી, અસહાય ન બનવા દીધા તોયે માડી તેં, અમારાથી તારું મુખડું કેમ છુપાવ્યું સાગર સદા ઘૂઘવતો રાખ્યો, જળના ભંડાર ભરી તોયે માડી તેં, અમારાથી તારું મુખડું કેમ છુપાવ્યું શરમ તો માડી અમને લાગે, લાયક નથી અમે બન્યા તોયે માડી તેં, અમારાથી તારું મુખડું કેમ છુપાવ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|