અસ્ત્રો ને શસ્ત્રો ભેગાં કરેલા, નથી કામ ત્યાં લાગવાના
પૈસા તારા ભેગા કરેલા, પડશે અહીંજ છોડી જવાના
ખાલી હાથે આવ્યો તું તો, જતાં હાથ તારા ખાલી રહેવાના
હૈયે ચડેલા મેલને, પડશે અંહીના અહીં જ સદા ધોવાના
ક્રમ છે આ જૂનો, નથી કોઈ કાજે પણ બદલાવાના
નહીં પરવડશે તુજને ત્યારે, દિન આળસમાં વિતાવવાના
મૂડી લઈ આવ્યો છે કર્મની, પડશે તારે ને તારે ભોગવવાની
ધ્યાન દઈને કર્મો કરજે, નહિતર દિન આવશે રડવાના
આયુષ્ય છે ટૂકું, કર્મની ગઠડી છે મોટી, યત્ન કરજે એને બાળવાના
સફળ થાય કે ના થાયે, પડશે તારે અન્ય વિચાર છોડવાના
શક્તિ છે જગમાં `મા’ ની વ્યાપી, વિચારજે શરણું એનું લેવાના
અધવચ્ચે એ તો નહિ છોડે, તારું કાર્ય પૂરું એ તો કરવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)