જન્મી કાદવ-કીચડમાં, રહેતું અલિપ્ત એનાથી સદાય
ખીલીને સુગંધ દેતું, રહેતો ભમરો એનાથી આકર્ષાય
સંસાર કાદવમાં જન્મ્યાં તમે, અલિપ્ત રહેજો એનાથી સદાય
ગુણ સદા કેળવજો એવા, પ્રભુ સદા રહે એનાથી આકર્ષાય
હસતું હસતું ખીલીને ઝીલતું એ તો, સૂર્યપ્રકાશ સદાય
સાંજ ઢળતા બંધ થઈ, અંધકારને દૂર રાખે સદાય
જ્ઞાન કાજે રાખજો ખુલ્લા દ્વાર, હૈયાના તમે સદાય
અજ્ઞાન કેરા અંધકાર કાજે, કરજો બંધ બારી તમે સદાય
ગુણ એવા કેળવી, કમળે લીધું છે પ્રભુચરણે સ્થાન
ગુણ તમે પણ કેળવજો એવા, પ્રભુચરણે મળશે સ્થાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)