Hymn No. 546 | Date: 06-Oct-1986
|
|
Text Size |
 |
 |
વિકાસ કાજે, ખોરાક જોશે, ખોરાક તો લેવો પડશે પચશે એનું લોહી બનશે, કચરો બાકી ફેંકવો પડશે લોહીનું ભ્રમણ શુદ્ધ રહેશે, શક્તિ તો તો ટકી રહેશે ભૂલ જો આમાં ક્યાંયે થાશે, શરીર તો રોગી બનશે ખોરાક જેવો મનને મળશે, મન તો એવું જ બનશે ખોટી બૂમાબૂમ નવ કરશો, ધ્યાન એનું તો દેવું પડશે મક્કમ વિચારો જો કરશો, મન મક્કમ બનતું જાશે શિથિલ વિચાર કરતા રહેશો, મન શિથિલ બનતું જાશે વેરના વિચાર છોડી દેશો, પ્રેમભર્યો સંસાર તો બનશે સહેલું એ તો એવું લાગશે, યત્ન સદા તો કરવા પડશે અભિમાન હૈયેથી હટાવી દેશો, નમ્રતા હૈયે આવી વસશે સાધનામાં સદા જાગ્રત રહેજો, આળસ નહિ તો ચડી જાશે મન જેમ કેળવાતું જાશે, કહ્યું તમારું કરતું રહેશે મન ધીરે ધીરે બદલાઈ જાશે, દુનિયા તમારી બદલાઈ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|