Hymn No. 550 | Date: 06-Oct-1986
|
|
Text Size |
 |
 |
નથી તુજ વિષે મુજને કાંઈ ખબર, ન કાંઈ હું તો જાણું માડી અકળાઈ હું તો જાઉં છું, અકળાઈ હું તો જાઉં છું હસતા રહ્યાં, હસતા રહેશું કે નહિ, ન કાંઈ હું તો એ જાણું માડી, અકળાઈ હું તો જાઉં છું, અકળાઈ હું તો જાઉં છું કર્મો સદા મૂંઝવી રહ્યા, ખૂટશે એ ક્યારે ન કાંઈ હું તો એ જાણું માડી, અકળાઈ હું તો જાઉં છું, અકળાઈ હું તો જાઉં છું નથી મળ્યો તુજને માડી, ઓળખી શકીશ તુજને કે નહિ ન કાંઈ એ તો હું જાણું, અકળાઈ હું તો જાઉં છું (2) કર્મો સંચિત હશે મારા, કે છે પાપના ભારા ન કાંઈ એ તો હું જાણું માડી, અકળાઈ હું તો જાઉં છું (2) દિલમાં દર્દ તો જાગ્યાં, લાગ્યા એ તો અતિ પ્યારા નથી કાંઈ મુજને એની ખબર માડી, અકળાઈ હું તો જાઉં છું (2) મનમાં સંકલ્પો કંઈક થયા, ક્યારે એ તૂટી ગયા નથી કાંઈ મુજને એની ખબર માડી, અકળાઈ હું તો જાઉં છું (2) હોંશે હોંશે બેસું, ત્યાં આળસ મુજને ઘેરી લેતું નથી કાંઈ મુજને એની ખબર માડી, અકળાઈ હું તો જાઉં છું (2) લાયક છું કે નહિ, લાયકાત આવશે ક્યારે નથી કાંઈ મુજને એની ખબર માડી, અકળાઈ હું તો જાઉં છું (2) દર્શન પામીશ તારા કે નહિ, પામીશ તો ક્યારે નથી કાંઈ મુજને એની ખબર માડી, અકળાઈ હું તો જાઉં છું (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|