જે જ્યોત કદી જલી નથી, એની કોઈ કિંમત નથી
જે શ્વાસ `મા’ ના નામે વણાયા નથી, તે શ્વાસની કોઈ કિંમત નથી
જે હાથ સહાય કાજે લાંબા થયા નથી, તે હાથની કોઈ કિંમત નથી
જે મુખે હરિનામ લીધું નથી, તે મુખની કોઈ કિંમત નથી
જે હૈયું દયાથી દ્રવ્યું નથી, તે હૈયાની કોઈ કિંમત નથી
જે જીવન ઉપયોગી થયું નથી, તે જીવનની કોઈ કિંમત નથી
જે આંખમાં વિકાર હટયા નથી, તે આંખની કોઈ કિમંત નથી
જે પગ હરિધામે પહોંચ્યા નથી, તે પગની કોઈ કિંમત નથી
જે મનડું સ્થિર હજી થયું નથી, તે મનડાંની કોઈ કિંમત નથી
જે જીવનમાં સત્ય ભર્યું નથી, તે જીવનની કોઈ કિંમત નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)