ગોતી ગોતાય ના, સમજી સમજાય ના
એવી મારી `મા’, હૈયામાં આવી તું વસી જા
કહ્યું કહેવાય ના ને સમજાવ્યું સમજાવાય ના
એવી મારી `મા’, હૈયામાં આવી તું સમજી જા
માગ્યું મંગાય ના, માગ્યા વિના રહેવાય ના
એવી મારી `મા’, હૈયામાં આવી માગું તે દેતી જા
સામે તો દેખાય ના, વિયોગ સહેવાય ના
એવી મારી `મા’, હૈયામાં આવી શાંત કરતી જા
ક્યાંય મુજને કંઈ સૂઝે ના, પ્રકાશ તો દેખાય ના
એવી મારી `મા’, હૈયામાં આવી પ્રકાશ પાથરી જા
કામ કાંઈ સૂઝે ના, કામ તો પૂરા થાયે ના
એવી મારી `મા’, હૈયે આવી કામ પૂરા કરતી જા
ક્રોધ મારો છૂટે ના, અહં મારો ઓગળે ના
એવી મારી `મા’, હૈયે આવી હૈયું સાફ કરતી જા
રસ્તા ખોટા છૂટે ના, સાચા રસ્તા સૂઝે ના
એવી મારી `મા’, હૈયે આવી રાહ સુઝાડી જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)