Hymn No. 558 | Date: 11-Oct-1986
|
|
Text Size |
 |
 |
ઉપરવાળો ચિંતા કરે સહુની, તોયે હૈયે ચિંતા જાગી જાય કહેવું આ કોને, બતાવશો મુજને, આનો સાચો ઉપાય જાણે સહુ આ કોઈ, તોયે સદા બની જાતાં નિરૂપાય કહેવું આ કોને, બતાવશો મુજને, આનો સાચો ઉપાય ચિંતાની લંગાર છૂટે નહિ, એક પછી એક આવતી જાય કહેવું આ કોને બતાવશો મુજને, આનો સાચો ઉપાય શમે ન શમે હૈયામાં જરી, ત્યાં પાછી ડોકિયાં કરી જાય કહેવું આ કોને, બતાવશો મુજને, આનો સાચો ઉપાય કોશિશ કીધી છોડવા એને, મચક ન દેતી એ તો જરાય કહેવું આ કોને, બતાવશો મુજને, આનો સાચો ઉપાય ચિંતા તો ના છૂટી, પણ હૈયું ધીરે ધીરે કોરી ખાય કહેવું આ કોને, બતાવશો મુજને, આનો સાચો ઉપાય કામકાજ હું તો ભૂલ્યો, ચિંતાની ચિંતા તો વધતી જાય કહેવું આ કોને, બતાવશો મુજને, આનો સાચો ઉપાય ખાવુંપીવું પણ ભાવે નહીં, શરીર તો સુકાતું જાય કહેવું આ કોને, બતાવશો મુજને, આનો સાચો ઉપાય થાકી થાકી હું તો લેતો ગયો, હૈયામાં `મા' નું નામ સદાય કહેવું આ કોને, બતાવશો મુજને, આનો સાચો ઉપાય નામ તો લેતા, વિશ્વાસ વધતા, ચિંતા ભાગી ક્યાં ને ક્યાંય કહેવું આ કોને, બતાવશો મુજને, આનો સાચો ઉપાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|