ઓ જમિયલશા દાતાર, તારા કરવા શા વખાણ
આવ્યા છીએ તારા દ્વારે, લેજે તું અમારી સંભાળ
ગિરના ઊંચા ડુંગરે વાસ તારો, નીરખે તું સહુને સમાન
કૃપા ઉતારે તું જેના પર, જગ તો દેતું એને માન
દીનદુઃખિયાનો તું છે બેલી, તું છે એનો સાચો આધાર
દૃષ્ટિ તારી પડતાં, કામો થાતાં ઓ જમિયલશા દાતાર
તારી પાસે સહુ કોઈ આવે, નિરાશ કદી એ ન થાતા
હસતા હસતા કામો થાતાં, ગુણગાન કરતા સહુ જાતા
દીધું તેં તો ભરી ભરીને, જે-જે આવ્યા તારે દ્વાર
નિરાશ ન કીધા, ખાલી ન રાખ્યા, ઓ જમિયલશા દાતાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)