જીવન જીવી જીવીને, જીવન જીવવા જેવું રહે નહીં, એવું જીવન જીવીને કરશો શું
ધારી ધારીને જીવનમાં ધાર્યું કામ જો થાશે નહીં, એવું ધારીને જીવનમાં કરશો શું
પ્રેમની સરવાણી ફૂટી ફૂટીને થઈ જાય પાછી બંધ, એવી પ્રેમની સરવાણીને કરશો શું
સમજી સમજીને, સાચી સમજણ જો ના આવે, એવી સમજણને તો કરશો શું
આશાઓને આશાઓ જગાવે જે નિત્ય નિરાશા, એવી આશાઓને કરશો શું
મેળવી મેળવી, મેળવેલું લાવે જો ઉપાધિ, એવું મેળવીને જીવનમાં કરશો શું
ભૂલવું છે જીવનમાં તો જે જે, અપાવે યાદ એ એની, એવું ભૂલીને તો કરશો શું
ગતિમાં હશે ભલે ગતિ, હશે દિશા ના જો સાચી, એવી ગતિને કરશો શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)