અકળાઈ, મૂંઝાઈ, ફેલાવી છે માડી, ઝોળી તો તારી સામે
નથી કોઈ બીજો ઇલાજ, માડી આજે મારી પાસે
કરી કરી યત્નો બધા, માડી થાક્યો છું હું આજે
નિરાશા તો વ્યાપી છે માડી આજ મારા હૈયે
ઉત્સાહ જીવનનો ગયો છે સુકાઈ, માડી એ તો આજે
હૈયું ગયું છે ઘેરાઈ માડી આજે ચિંતાના તોફાને
દિશા નથી સૂઝતી કાંઈ, હૈયું ઘેરાયું છે અંધકારે
ભરી દેજે ઝોળી માડી, આજ તો તારા પ્રકાશે
નથી જાણતો કંઈ માડી, સરકું ક્યારે હું તો પાપે
બેઠો છું તુજ સામે માડી, આશ ભરી આંખે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)