થાકી ગયો છું, રહ્યાં છે કહેતાં, ક્યારે ને ક્યારે જીવનમાં, હું થાકી ગયો છું
કરતા ને કરતા રહ્યાં છીએ, ફરિયાદ ને માંગણી પ્રભુને, કહ્યું નથી પ્રભુએ હું થાકી ગયો છું
રહ્યાં છીએ થાકતાં, કહેતાંને કહેતાં ને સમજાવતા, અન્યની વાતો રે જીવનમાં
કરતા ને કરતા સામનાઓ જીવનમાં, નીકળી જાય છે શબ્દો, હવે હું થાકી ગયો છું
કરીએ કોશિશો સમજવા ચીજને ને અન્યને, સમજાય ના કહીએ ત્યારે, હું થાકી ગયો છું
કરીએ કામ ગજાબહારના જીવનમાં, કરી ના શકીએ પૂરું કહીએ ત્યારે, હવે હું થાકી ગયો છું
નિરાશાઓને નિરાશાઓ રહે મળતી જીવનમાં, કહીએ ત્યારે, હવે તો હું થાકી ગયો છું
અનેક વૃત્તિઓ, વિચારો ને સ્વભાવ વચ્ચે ચાલે છે જીવનમાં, કહીએ હવે હું તો થાકી ગયો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)