Hymn No. 594 | Date: 31-Oct-1986
|
|
Text Size |
 |
 |
જગ કારણ `મા', જગ તારણ `મા', જગ જીવન ભી તો છે `મા' દૃષ્ટિ પડતી જગમાં જ્યાં ને જ્યાં, વિહરી રહી છે `મા' ત્યાં ને ત્યાં ઉલ્લાસે અંતઃકરણ ભી `મા', એના વિના નથી જગમાં કોઈ જ્યાં દુઃખ કારણ કદી દેખાતી `મા', છે સુખનો સાગર એ તો જ્યાં રિઝાતી ભક્તિથી એ તો જ્યાં, ભીંજાતી ભાવથી એ તો ત્યાં ને ત્યાં દૃષ્ટિમાં એ તો આવે ના, સાક્ષીરૂપ બનતી તોયે ત્યાં ને ત્યાં મનમાં વસતી, મનમાં રમતી, મન થકી પમાયે એ તો જ્યાં કદી નજીક, કદી દૂર દેખાતી જ્યાં, સરતી કદી એ તો ક્યાં ને ક્યાં નિરાશાને આશામાં પલટાવી, રમતતો રમતી એ તો જ્યાં સુખદુઃખોના દ્વંદ્વોમાં રમતી, નિર્લેપ રહેતી એ તો ત્યાં કદી ન સૂતી, સદાયે જાગે, નીરખે સારા જગને એ જ્યાં વિણ પગે એ પહોંચી જાતી, સહાય કરતી એ તો ત્યાં ને ત્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|