કીધાં છે ગુના જગમાં ઘણાં, ગુનો `મા’ નો કદી કરતો નહિ
કોલ દીધા છે `મા’ ને ઘણાં, કદી હવે એ વિસરતો નહિ
જો અન્યને ધુત્કારશે તું, સહન `મા’ કદી એ કરશે નહિ
પેટ ભલે ભરજે તારું, અન્યનું ભરવું કદી ભૂલતો નહિ
પડી સુખમાં, સહાય અન્યને કરવી કદી ભૂલતો નહિ
પર સ્ત્રીમાં સદા `મા’ નું દર્શન કરવું કદી ચૂક્તો નહિ
આવી પડે દુઃખ, કરી સહન, નામ લેવું `મા’ નું ચૂક્તો નહિ
પળેપળ રાખે નજર સહુ પર, જીવનમાં કદી આ ભૂલતો નહિ
કરી દયા અન્ય ઉપર, હૈયે અહં એનો કદી ધરતો નહિ
મનમાં સદા કરી સ્થિર વિચાર, વિચાર ખોટા કરતો નહિ
ભરજે હૈયે ભાવ શુદ્ધ સદા, ભાવનું મિશ્રણ કરતો નહિ
કરજે મજબૂર `મા’ ને સદા, દર્શન દેવું એ તો ચૂકશે નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)