માળીડા સજાવજે માંડવડો મારે આંગણિયે આજ
પધારશે (2) માડી મારી, આજ તો મારે દ્વાર
બાંધજે આસોપાલવના તોરણો ને બાંધજે વિવિધ ફૂલહાર
પધારશે (2) માડી મારી, આજ તો મારે દ્વાર
ગૂંથજે વિવિધ પુષ્પો ને ભરજે ખૂબ હૈયાના ભાવ
પધારશે (2) માડી મારી, આજ તો મારે દ્વાર
જાઈ, જુઇ, મોગરા ને સુગંધી ગુલાબથી મહેકાવજે માંડવો આજ
પધારશે (2) માડી મારી, આજ તો મારે દ્વાર
વિવિધ પુષ્પો તણી ગૂંથીને ચાદર, પાથરજે તું તો આજ
પધારશે (2) માડી મારી, આજ તો મારે દ્વાર
કરાવજે વિવિધ અત્તરો કેરો એમાં તો છંટકાવ
પધારશે (2) માડી મારી, આજ તો મારે દ્વાર
પાડશે પગ આંગણિયે માડી જ્યાં, પાછાં ક્યાંયે નહિ જાય
પધારશે (2) માડી મારી, આજ તો મારે દ્વાર
હરખી ઊઠશે હૈયું તો `મા’ નું, સજાવજે એવો શણગાર
પધારશે (2) માડી મારી, આજ તો મારે દ્વાર
ફરશે નજર એની જ્યાં, હરખી ઊઠશે હૈયાના ભાવ
પધારશે (2) માડી મારી, આજ તો મારે દ્વાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)