પા, પા પગલાં ભરતો માડી છું હું તો તારો બાળ
ભરતાં ડગલાં, પડી જાતો માડી, લેજે માડી સંભાળ
નિર્બળ પગ તો છે એવા માડી, પડી જાતો વારંવાર
હાથ ઝાલી કરજે ઊભો, ઊભો કરજે મને તત્કાળ
પગલાં ભરવા છે એવા માડી, પહોંચે એ તો તારે દ્વાર
સાચવજે મુજને માડી, રસ્તા બાકી છે અપાર
ભરજે પગમાં શક્તિ એવી, ચાલુ હું તો ટટ્ટાર
સીધેસીધો ચાલતો આવું, આવું માડી તારે દ્વાર
કરુણા વરસાવજે બાળ પર તારી, અપંગ છે આ બાળ
હરપળ સાચવી લેજે માડી, સાચવી લેજે સદાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)