રહી છે શોધ ચાલુને ચાલુ, મળ્યું નથી હજી મને મારું ઠેકાણું
છે જ્યાં મારે તો પહોંચવાનું, રહી છે શોધ ચાલુને ચાલુ
કરતો રહ્યો છે ભેગું જીવનમાં જ્યાં નકામું, નથી કાંઈ એ કામ આવવાનું
જ્યાં સુધી મળશે નહીં ઠેકાણું, પહોંચી શકીશ નહીં ત્યાં, રહેશે ફરવાનું ને ફરવાનું
ફરી ફરી ખૂબ માયામાં, ભૂલી ના જાતો તું શોધવાનું, જીવનમાં તારું ઠેકાણું
આવે જીવનમાં જે જે નડતર, કર કોશિશ જીવનમાં, એને તો દૂર કરવામાં
જાતો ના અધવચ્ચે તું રોકાઈ આ જીવનમાં, ગોતવાનું છે જ્યાં તારું ઠેકાણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)