Hymn No. 621 | Date: 18-Nov-1986
|
|
Text Size |
 |
 |
સમજાવતી સહુને તું તો માડી, સમજણ મુજમાં ના આવી દોષ ગણવો કોનો માડી, સમજાવનારનો કે ના સમજનારનો દર્શન દેવા તું તો આવી માડી, આંખ બંધ મેં તો રાખી દોષ ગણવો કોનો માડી, દર્શન દેનારનો કે આંખ બંધ રાખનારનો પ્રકાશ તું તો દેતી આવી માડી, આંખે પટ્ટી મેં તો બાંધી દોષ ગણવો કોનો માડી, પ્રકાશનો કે પટ્ટી બાંધનારનો અન્નના ભંડાર ભર્યા ભારી, ભૂખ મુજને તો ના લાગી દોષ ગણવો કોનો માડી, અન્નના ભંડારનો કે ના ખાનારનો રસ્તો રહી છે તું સુઝાડી, માયામાંથી દૃષ્ટિ હટી ન મારી દોષ ગણવો કોનો માડી, રસ્તો સુઝાડનારનો કે માયામાં ડૂબનારનો સંભાળ પ્રેમથી તું લેતી આવી, રહ્યો હું તો તુજથી ભાગી દોષ ગણવો કોનો માડી, સંભાળ લેનારનો કે ભાગનારનો સદા તું તો દેતી આવી, લાયકાત મુજમાં તો ન આવી દોષ ગણવો કોનો માડી, આપનારનો કે ન સુધરનારનો કૃપા સદા તું રહી વરસાવી, કદર એની મેં ન જાણી દોષ ગણવો કોનો માડી, કૃપા વરસાવનારનો કે કદર ના જાણનારનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|