Hymn No. 632 | Date: 29-Nov-1986
|
|
Text Size |
 |
 |
ભક્તો કાજે તેં તો માડી, હણ્યા અસુરો અપાર રે માડી ડંકા વાગ્યા છે માડી, તારા જગને દ્વાર રે સતી સીતા કાજે હણ્યો રાવણ લંકાને પાદરે રે માડી ડંકા વાગ્યા છે માડી, તારા જગને દ્વાર રે હણી કંઈક પાપીઓને, ઉતારે તું જગનો ભાર રે માડી ડંકા વાગ્યા છે માડી, તારા જગને દ્વાર રે હણી મહિષાસુર, કીધો જગ પર તેં ઉપકાર રે માડી ડંકા વાગ્યા છે માડી, તારા જગને દ્વાર રે શુંભ, નિશુંભને હણ્યો તેં, સૂણી જગની પુકાર રે માડી ડંકા વાગ્યા છે માડી, તારા જગને દ્વાર રે ચંડ, મુંડ જેવા મહાબળિયાને હણ્યા રણમેદાન રે માડી ડંકા વાગ્યા છે માડી, તારા જગને દ્વાર રે રક્તબીજ જેવાને રોળ્યા રણમાં, કરી જગને સહાય રે માડી ડંકા વાગ્યા છે માડી, તારા જગને દ્વાર રે હણ્યો ચપટીમાં તેં તો ધૂમ્રલોચન બળવાન રે માડી ડંકા વાગ્યા છે માડી, તારા જગને દ્વાર રે ગણવા પરાક્રમો કેટલા, પરાક્રમોનો નહિ પાર રે માડી ડંકા વાગ્યા છે માડી, તારા જગને દ્વાર રે દોડતી સૂણી પુકાર ભક્તોની, થાકે ના તું લગાર રે માડી ડંકા વાગ્યા છે માડી, તારા તો જગને દ્વાર રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|