કરવી પડશે શરૂઆત તારે ત્યાંથી, અટક્યો હશે જીવનમાં તું જ્યાંથી
છે મુસાફરી આ તો લાંબી, છે હાથમાં તારા, એને તો ટૂંકાવવી
આગળ પાછળ રહ્યો છે તું હટતો ને વધતો, વળશે ના કાંઈ અટકવાની
રહેજે જાગૃત સદા જીવનમાં, મેળવવા જીવનમાં સાથ અને સાથી
રહેતો ના જીવનમાં એટલો સ્વાર્થી, ભૂલી જવાય જીવનમાં બનવું પરમાર્થી
ડૂબી ના જાતો જીવનમાં આળસમાં, ચૂકી ના જાતો બનવું પુરુષાર્થી
પાપપુણ્યના હિસાબ રાખજે ચોખ્ખા, રહેજે એમાં રે તું ધંધાર્થી
પરમપુરુષ પ્રભુને પ્રણમી, રહેજે એમાં રે તું પરમ વિશ્વાસી
સંજોગે સંજોગે લેવાતા જાશે પારખાં, રહેજે એમાં રે તું શિક્ષાર્થી
જરૂરિયાતો રાખજે જીવનમાં ઓછી, રહેજે રે જીવનમાં, એમાં રે તું સેવાર્થી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)