Hymn No. 654 | Date: 17-Dec-1986
|
|
Text Size |
 |
 |
1986-12-17
1986-12-17
1986-12-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11643
રસ્તો ભૂલ્યો, રસ્તો ચૂક્યો, રસ્તો ન જડે ક્યાંય
રસ્તો ભૂલ્યો, રસ્તો ચૂક્યો, રસ્તો ન જડે ક્યાંય મદમાં હું તો મારગ ભૂલ્યો, મારગ ના સૂઝે ક્યાંય મોહમાં હું તો પગલાં ભરતો, ના જાણું લઈ જાશે ક્યાંય લાલચમાં હું તો લલચાઈ જાતો, આખર તો ત્યાં ને ત્યાં- રસ્તો... ક્રોધથી હું તો ઘેરાઈ જાતો, ઘસડી જાતો એ ક્યાંય સંયમ મારો તૂટી જાતો, અટકી જાતો ત્યાંય - રસ્તો... કીર્તિલોભે ખૂબ ભટક્યો, શાંતિ ન મળી ક્યાંય આશાઓ હૈયેથી સરકી જાતી, હતાશા ઘેરી વળી ત્યાંય - રસ્તો લાભે લોભે દોડી જાતો, પરિણામ ન મળે ક્યાંય વિચારતો મનમાં હું તો રહ્યો, વિચાર ન સૂઝે ત્યાંય - રસ્તો... આદતે આદતે બંધાઈ રહ્યો, આદત ન છૂટે ક્યાંય પરવશ હું તો બનતો રહ્યો, મુક્તિ ન મળી ત્યાંય - રસ્તો... સમય તો વીતતો રહ્યો, ઉપયોગ ન થયો ક્યાંય વીત્યો સમય ના મળ્યો, પસ્તાઈ રહ્યો ત્યાંય - રસ્તો... કિરણ તારું ફેંકજે એવું માડી, રસ્તો સૂઝે જગમાંય સીધો આવી તુજને મળું, આડોઅવળો ન જાઉં ક્યાંય - રસ્તો...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rasto bhulyo, rasto chukyo, rasto na jade kyaaya
madamam hu to maarg bhulyo, maarg na suje kyaaya
moh maa hu to pagala bharato, na janu lai jaashe kyaaya
lalachamam hu to lalachai jato, akhara to tya ne tyam- rasto...
krodh thi hu to gherai jato, ghasadi jaato e kyaaya
sanyam maaro tuti jato, ataki jaato tyanya - rasto...
kirtilobhe khub bhatakyo, shanti na mali kyaaya
ashao haiyethi saraki jati, hataash gheri vaali tyanya - rasto
labhe lobhe dodi jato, parinama na male kyaaya
vicharato mann maa hu to rahyo, vichaar na suje tyanya - rasto...
adate adate bandhai rahyo, aadat na chhute kyaaya
paravasha hu to banato rahyo, mukti na mali tyanya - rasto...
samay to vitato rahyo, upayog na thayo kyaaya
vityo samay na malyo, pastai rahyo tyanya - rasto...
kirana taaru phenkaje evu maadi, rasto suje jagamanya
sidho aavi tujh ne malum, adoavalo na jau kyaaya - rasto...
Explanation in English
In this Gujarati bhajan, Shri Devendra Ghia, fondly called Pujya Kaka, our Guruji is introspecting about obstacles arising due to his shortcomings in journey towards Divine. He is introspecting on our behalf.
He is saying...
Forgot the path, missed the path, can not find my path,
In temptation, I have forgotten my way, can not find my way .
In greed, I am drawn, and stuck there and there.
In anger, I am always surrounded, it's dragging me where and where.
Discipline is broken, and I am stuck there and there.
Greedy for fame, I wandered a lot, peace was not found anywhere.
Hope was slipping away from my heart, disappointment surged over there.
Greedily, ran for my benefits, results not found anywhere.
Thinking in my mind, could not find true thought anywhere.
Habits after habits bounded me, could not find my release from there.
Dependant, I became, could come out from there.
Time kept passing, did not use it wisely anywhere.
Spent time, could not get back,
Repented all the time and everywhere .
O Mother, throw such a ray of light, that clear path is shown in that light.
And straight, I come to meet you, do not want to go anywhere here and there.
Kaka (Satguru Devendra Ghia) throws a beam of light and points out that all of us aspirants of spiritual matters, when it comes to actions and leading spiritual life, we find ourselves deficient. Temptation, anger, lack of discipline, hunger for fame, selfish behaviour, binding habits, all of it is glueing us to one position. And we are stuck in the same spot, not able to move forward. Wasting our precious limited time. Without further ado, We should continue our quest through system of discipline and devotion.
|